વરસો પહેલા સૌરાષ્ટ્રના પોરબંદરના સાગરકાંઠાના એક નાનકડા ગામડાનો દલિત યુવક એક કંપનીના મજુર તરીકે સામાન ઊંચકવા દરિયાઈ જહાજ (સ્ટીમર) મા મજુર તરીકે આફ્રિકા
Believe in karma theory *🌹વરસો પહેલા સૌરાષ્ટ્રના પોરબંદરના સાગરકાંઠાના એક નાનકડા ગામડાનો દલિત યુવક એક કંપનીના મજુર તરીકે સામાન ઊંચકવા દરિયાઈ જહાજ (સ્ટીમર) મા મજુર તરીકે આફ્રિકા ગયેલો. શેઠે એને આફ્રિકા યુગાન્ડા જ રોકી લીધો. અને એની પત્નીને પણ ત્યાંજ બોલાવી લીધી. સમય જતા એ દલિત દંપત્તિને એક બાળક જનમ્યુ. અને એ યુગાન્ડા નોજ નાગરિક બન્યો. ત્યાજ થોડુ ભણી ગણીને મોટો થયો. અને ત્યાના એનાજ દલિત સમાજ માની એક કન્યાને પરણ્યો. એને પણ બે ત્રણ બાળકો થયા. પણ ૧૯૭૨ મા આફ્રિકાના આ દેશ યુગાન્ડામા કાળમુખા ક્રૂર સરમુખત્યાર શાશક ઈદી-અમીન નુ રાજ આવ્યુ. એણે રાતોરાત ફતવો બહાર પાડીને આફ્રિકા સિવાયની તમામ પ્રજાની માલ,મિલકતો, ધંધાઓ લુંટીને જપ્ત કરી લીધા. ચારે કોર અત્યાચાર ફેલાવ્યો. અને પહેરે લુગડે યુગાન્ડાના વતની હોવા છતા નોન આફ્રિકન પ્રજાના ભારત, પાકિસ્તાન બાંગ્લાદેશી એવા તમામ નાગરિકોને રાતોરાત હાંકી કાઢયા. યુગાન્ડાના કાળીયા હબસી લશ્કરે એશિયનો ઉપર પારાવાર અત્યાચારો કર્યા. તમામ નોન આફ્રિકનો મોટા ભાગના ગુજરાતીઓ બે હાથ જોડીને ભાગી છૂટયા. કેટલાક વતન પરત આવ્યા. કેટલાકને ઈંગ્લેન્ડે નિરાશ્રિતો તરીકે સ્વીકારીન...