રમેશ ધડુક બનાય છે. આવા મોહ માયાથી મુક્ત રાજનેતા જોયા નથી અને ભવિષ્યમાં જોવા મળશે કે નહીં એ શંકા છે
મિત્રો આજે એક સંસારી સાધુની વાત કરવી છે જે ખરા અર્થમાં સેવાની રાજનીતિ કરવા નીકળેલ છે
એ છે સૌરાષ્ટ્રના લોકોના હૃદયમાં રહેતા પોરબંદરના સેવાભાવી સાંસદ શ્રી રમેશભાઈ ધડુક એમના વિસ્તારના લોકોની સમસ્યા અને લ્હાણી વિતરણનો અનુભવ જાણવા મળ્યો.
એમની કઈક વધુ સારું કરવાની ધગશ જોઈને લાગ્યું કે ઈશ્વર લોકો માટે કોઈને કોઈ નિમિત્ત બનાવે છે આ એજ નિમિત્ત આત્મા છે ત્યારે લાગે કે સાવ એમ જ લોકલાડીલ, સેવાભાવી રમેશ ધડુક નથી થવાતું
આગલે દિવસે ધડુક સાહેબના અંગત એવા દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહને મળીને આવ્યા પણ હૃદય સાદગી એવીને એવી જ....🙏
શ્રી રમેશભાઈ ધડુક 30 વર્ષથી સતત નવરાત્રી ઉત્સવ ઉજવે છે હાલમાં પણ પોતાના ઘરે નવરાત્રીનો ઉત્સવ ઉજવાય રહ્યો છે પણ હૃદયમાં કઈક દેવાની ભાવના સાથે વરસતા વરસાદમાં નીકળી પડે છે
જ્યાં વર્ષોથી પાણી ભરવાની ખૂબ જ મોટી સમસ્યા છે એવા ઘેડ વિસ્તારમાં આજ સુધી કોઈ રાષ્ટ્રીય નેતા સમસ્યા વિશે કોઈ પૂછવા ગયું નથી ત્યારે પોતે સંસદમાં અનેક વાર રજૂઆતો કરી છે અને ત્યાં એક એક ગામડામાં, એક એક નેસડામાં, એક એક ગરબીમાં વરસતા વરસાદે કોઈ સ્વાર્થ વગર પોતાના ખર્ચે દીકરીને કરિયાવરમાં ઉપયોગમાં આવે એવી વસ્તુ લ્હાણી આપવા નિકળી પડે છે
વરસતા વરસાદમાં એક એક ગરબીએ કાદવ કીચડમાં ગામડે ગામડે ચાલીને નીકળી પડે છે.
રાતે 2 વાગે ભૂખ્યા તરસ્યા માલધારીના પ્રશ્નો સાંભળવા એમના નેશડે જાય છે.
દરેકને રાજી રાખતા રાખતાને દરેક લોકોની રજુઆત સાંભળતા જાય છે અને એની સમસ્યા હલ કરવા દિલથી પ્રયત્નો કરે છે અને ગરબી રમતી એક એક દીકરીઓને લહાણી આપી રાજી કરે છે
દરેક દીકરીઓ સાથે એમની ઉમરના બનીને સેલ્ફી પડાવે છે લાડ લડાવે છે અને દીકરીઓને રાજી રાખવા કઈ પણ કરે છે.
દરરરોજ 250 થી વધુ ફોન ઉપર જાતે વાત કરી યોગ્ય જવાબો આપે છે અને ફોન ઉપર કોઈને પણ જવાબ મળે છે..
એક દિવસમાં પોતાના ખર્ચે ગરબી રમતી છેવાડાની દીકરીઓને પણ લાખો રૂપિયાની લ્હાણી આપી રાજી કરે છે અને રાતે અભિમાન વગર નમ્રતાથી ગામડાની શેરીઓમાંથી નીકળી પડે છે
પોતાની અકલ્પનિય જીવનની સફળતા અને અકલ્પનિય આર્થિક સધ્ધરતાને ક્યારેય બીજા માણસ ઉપર બોજો ના આવવા દે એવી ભાવના હોય ત્યારે
રમેશ ધડુક બનાય છે.
આવા મોહ માયાથી મુક્ત રાજનેતા જોયા નથી અને ભવિષ્યમાં જોવા મળશે કે નહીં એ શંકા છે..
કયારેક એવું લાગે છે કે
ઘેડના લોકોની ઘણા વર્ષોની પ્રાર્થનાને કારણે ઈશ્વરે રમેશભાઈને સાંસદ બનાવી ખાસ નિમિત્ત બનાવીને મોકલ્યા છે.
અને પરમ કૃપાળું પરમાત્મા, શ્રી દ્વારિકાધીસ, શ્રી અંબા માં , શ્રી દાસીજીવણ સાહેબ,શ્રી રમાનાથ ભગવાનની શ્રી રમેશભાઈ ધડુક પરિવાર ઉપર અસીમ કૃપા છે કારણ કે એમના બંને દીકરા ડૉ. નૈમિશ ધડુક અને સાવન ધડુક પિતાના પગલે પગલે સેવા કરી રહ્યા છે અને એમના જમાઈ શ્રી ફ્રેનિકુમાર પણ સેવા અને વહીવટી કામગીરીમાં ખૂબ જ મોટો સહયોગ આપી રહ્યા છે 🙏 આ નિઃસ્વાર્થ સેવાને ખૂબ ખૂબ વંદન...🙏
Comments
Post a Comment