રાણાવાવ તાલુકાના મોકર અને બાપોદર ગામ વચ્ચે 'દુનાના ટીંબા' નામથી ઓળખાતો એક ટીંબો આવેલો
રાણાવાવ તાલુકાના મોકર અને બાપોદર ગામ વચ્ચે 'દુનાના ટીંબા' નામથી ઓળખાતો એક ટીંબો આવેલો છે. વર્ષો પહેલાં આ ટીંબા પર એક ગામ વસેલું હતું. ધરતીકંપ અથવા એવી કોઈ કુદરતી આપત્તિને કારણે એ ગામ ધરતીના પેટાળમાં સમાઈ ગયું હોવાનું લોકો માને છે. એ ટીંબામાંથી ઘણા લોકોને ઘરવપરાશની ચીજવસ્તુઓના અવશેષો મળેલા છે.
આ ટીંબા પાસે એક અતિ પુરાણી નારાળી વાવ આવેલી છે. આ વાવના પ્રવેશદ્વાર પર દેરી આવેલી છે. હજારો વર્ષો પહેલાં ચણાયેલી આ દેરીમાં કોઈ ઠેકાણે સીમેન્ટ, ચૂનો કે રેતીનો ઉપયોગ થયેલો નથી, છતાં ભીષણ વાવાઝોડું કે ધરતીકંપ એની એક કાંકરીને પણ ખેરવી શક્યો નથી !
આ નારાળી વાવની અંદર મહાકાળી માતાજી બિરાજમાન છે. લોકો મહાકાળી માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે.
Comments
Post a Comment