ગીર ગાય ની શારીરિક લાક્ષણિકતાઓ
ગીર ગાય ની શારીરિક લાક્ષણિકતાઓ ગીર ગાયનું વજન ૪૦૦ થી ૪૨૫ કિગ્રા જયારે નંદી નું વજન ૫૨૫ થી ૫૫૦ કિગ્રા હોય છે; અને તાજા જન્મેલા વાછરનું વજન ૨૦ થી ૨૫ કિગ્રા હોય છે. ગીર ગાય ના શરીર નો રંગ પીળાશ પડતા લાલ રંગથી માંડીને ઘેરો લાલ રંગ, લાલ રંગ, સફેદ ધબ્બા / ટપકાં, તેમજ બદામી ધબ્બા / ટપકાં વાળો જોવા મળે છે. મોટા ભાગ ની ગીર ગાયો લાલ રંગની જોવા મળે છે.ગીર ગાયો ના આસપાસ ના વિસ્તાર ની ગયો સાથેના સંકર થી સૌરાષ્ટ્ર ના અન્ય વિસ્તારો માં ગીર ગયો ના રંગ માં વિવિધતા જોવા મળે છે, જેમ કે – જૂનાગઢ ના આસપાસસ ના વિસ્તાર ની ગાયો આછા લાલ કે ઘાટ લાલ રંગની હોય છે; તથા રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લા ની ગાયોના શરીર પર લાલ રંગ માં સફેદ ટપકાં જોવા મળે છે. રિસર્ચથી જોવા મળ્યું છે કે શરીર ના રંગ અને દૂધ ઉત્પાદન ક્ષમતા એક સંબંધ ધરાવે છે. જેના પરિણામે અલગ-અલગ રંગ ની ગાયો ની દૂધ ઉત્પાદન ક્ષમતા અલગ-અલગ જોવા મળે છે. સ્થાનિક ભાષા માં રંગ ના આધારે ગીર ગયો જુદા-જુદા નામે ઓળખાય છે, જેમ કે – ગડકડી, કાબરી, માકડી, બાવળી, ગૌરી, પિંગળ, સુવર્ણ કપિલા, લીલડી, બગલી, તેલામી, વિગેરે. ગીર ગાય ની લંબાઈ સામાન્યતઃ ૧૨૭ સેમી થી ૧૩...