શહીદ જેઠા બાપોદરા ****************
 શહીદ જેઠા બાપોદરા ****************     -ભરત બાપોદરા      'મા ! મારે લશ્કરમાં ભરતી થાવું છે.'      'દીકરા, તું મલકનું ભઈણો છે તો તુંણી બીજી સારી નોકરી મળે રીહે, લશ્કરમાં તો જાનનું જોખમ : કાર લડાઈ થાય ને કાર જીવ ખોવાનો વારો આવે. તેથી તું બીજી કોઈ સારી નોકરી ગોતે લે.'      'ના-ના, મા ! મારે નોકરી કરવી છે તો સૈનિકની જ કરવી છે, ભઈલી ઈમાં જાનનું જોખમ હોય, હું મરીહ તોય જગત મણી યાદ કરહે.'      'પણ દીકરા ! તુંણી લશ્કરમાં જાવા દેતાં મારું મન માનતું નેત.'       'અરે, મા ! એક દી તાં બધાયની મરવાનું છે, તો હું એવી રીતે નો મરાં કે દુનિયા મણી યાદ કરે. માટે મણી લશ્કરમાં ભરતી થાવા દે.'      પોરબંદરની માધવાણી કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવીને બહાર આવેલા જેઠા બાપોદરા અને એની મા વાલી વચ્ચે થયેલો આ સંવાદ હતો.       બાપોદર ગામમાં બની ગયેલી કરુણ પ્રેમની ઘટનાને ઝવેરચંદ મેઘાણીએ 'ઓળીપો' નામની જે વાર્તામાં આલેખીને 'સૌરાષ્ટ્રની રસધાર' પુસ્તકમાં પ્રગટ કરી છે, એ વાર્તાના મુખ્ય પાત્ર એવા નથુ મેરની બી...