જેમ તાલલાની કેસર કેરી, જામનગરની બાંધણી અને સાસણના સિંહ પ્રખ્યાત છે તેમ જામકાની ગીર ગાયએ એક ઓળખ ઉભી કરી છે
જેમ તાલલાની કેસર કેરી, જામનગરની બાંધણી અને સાસણના સિંહ પ્રખ્યાત છે તેમ જામકાની ગીર ગાયએ એક ઓળખ ઉભી કરી છે. ગીર ગાયનું પિયર ગણાતા જામકાની મુલાકાતે જયારે પહોંચ્યુ ત્યારે જાણવા મળ્યુ કે જામકાની ગીર ગાય પૂરા વિશ્વમાં પ્રસિધ્ધ બની છે. જામકાની ગીર ગાયનું ઘી અમેરિકા, ન્યૂ જર્સી, નોર્વે અને દુબઈ સહિતના રાષ્ટ્રોમાં પહોંચે છે. જામકાની પ્રસિધ્ધીનું પ્રમાણ એ છે કે વિદેશથી આવતા મહેમાનો ગીર ગાય માટે આભૂષણો લઈ આવે છે.